આ સંસાર જગત માં દરેક મનુષ્ય એ સારા નિયમો પાળવા જોઈએ. જેથી પોતાનું જીવન ઉત્તમ બની જાય.. દરેક સમાજ ના અલગ અલગ નિયમો બનાવેલા હોય છે અને આ નિયમો ને અનુસરવું પડે છે. જો દરેક ની માન્ય ન હોય તો ખરાબ નિયમો સમાજ માંથી દૂર કરી દેવા જોઈએ..
દરેક વ્યક્તિ ના જીવન માં સારા નિયમો હોવા તે ખૂબ આવશ્યક છે. ઘણી વખત ખોટા નિયમો નિયમ બનીને જ સામે આવી ને ઊભા રહી જાય છે.
જીવન માં આપણ ને જે જ્ઞાન મળ્યું છે તેનો સદુપયોગ કરીને માનવ જાત નું અને સમાજ નું ભલું કરી શકાય. પણ નિયમ બનાવતી વખતે તે ભાવના હોવી જરૂરી છે કે સાચે જ કોઈ નું કે સમાજ નું ભલું તો થશે ને..?
પણ જ્યારે નિયમ બનાવનાર ની અંદર અહંકાર અને અભિમાન જાગે છે ત્યારે તે જ નિયમ તેના જ્ઞાન અને કીર્તિને નષ્ટ કરી નાખે છે.
નિયમો ક્યારે કોઈ વ્યક્તિ થી વિશેષ નથી હોતા.. એવા નિયમો શું કામના છે જે પોતાના લોકોને દુઃખમાં જોઈને સાથ ન આપી શકે.. જે ક્યારેય તેની હાજરી જંખતા હોય, તે આજે તેની હયાતી ની હત્યા કરવા તૈયાર થઈ જાય..
ઈશ્વરે આપેલા અમૂલ્ય જીવનને દંભી મનથી મોટા નિયમો ના ચક્ર વ્યુહ માં ફસાઈને પોતાની જાતને પીડા તો આપે જ છે.. જે પહેલા થી જ પીડિત છે એણે આ નિયમો થી ,તેના જીવન ને ભાર બનાવીએ છીએ..
આપણે પોતાના જીવન માટે નિયમ બનાવવો... જેવા કે... સવારે વહેલા ઉઠી પ્રભુ નો ઉપકાર માનવો,કે આજે મને તમે જગાડ્યો..પથારી માં જ બેસતા હાથ માં ઈશ્વર દર્શન કરો.. જમીન ઉપર પગ મુકતા ધરતી માતા ને નમસ્કાર કરો..જો શ્લોકો આવડતા હોય તો બોલો.. સ્નાન કરતી વખતે પણ શ્લોકો બોલવા..સ્નાન કરી, જેમની ભક્તિ કરતા હોય તેમની દીવાબત્તી કરી, હૃદય મન થી શુદ્ધ ભાવના થી ભક્તિ કરવી. દરરોજ મંદિરે જવું અને સૂર્યનારાયણ ને વંદન કરો . જળ ચડાવવું..
બીજાને મદદરૂપ થવાની મનમાં ભાવના રાખો.. ગરીબ વંચિત બાળકોને ભણવામાં મદદરૂપ બનવું.. કોઈનું ખોટું કરવું નહીં અને કોઈ ખોટું કરે તો તેને પ્રેમથી સમજાવવા.. સત્ય બોલવાનો નિયમ રાખવો.. દારૂ, માસાહાર ખોરાક, વ્યસન, દીકરીના પૈસા લેવા.. આવા ઘણા બધા દૂષણો થી, કુરિવાજો થી દૂર રહો.
દરેક બાળકોને બચપણથી શિક્ષણ માટે સમજાવો શક્ય હોય તો મદદ કરો સવાર સાંજ મંદિરે લઈ જાઓ.. બચપણ થી ફોન થી દૂર રાખો.. અને ફોન આપ્યો હોય તો બાળક શું કરે છે તેનું ધ્યાન રાખો નહીં તો તેનું જીવન બરબાદ થઈ જશે... અત્યાર ના સમય માં ગેમો અને વિડીયો બનાવી બનાવીને બાળકોના જ્ઞાન તંતુઓ નષ્ટ થતા જાય છે. વિજ્ઞાન ના આશીર્વાદ નો સારો ઉપયોગ કરવો.. વડીલોને માનથી બોલાવવા, તેમનું કહ્યું માનવું.. ગામડા માં કે શહેર માં ગમે ત્યાં રહેતા હોય પણ સર્વે મનુષ્ય ને સરખા સમજવા.. ગરીબ કે પૈસા વાળા નો ભેદભાવ ન રાખવો.. ઈર્ષા ભાવ કાઢી નાખવી અને સમાજ માં છુટાછેડા ના પ્રશ્નો ઓછા બને તેવા પ્રયત્નો કરવા.. માતાઓ બહેનો અને ગાય માતાનું રક્ષણ કરવું સૌની ફરજ બને છે.. જો સમાજ માં નિયમો ખોટા લાગતા હોય, કુરિવાજો હોય તો, સૌ ભેગા થઈ તે નિયમો દૂર કરવા જોઈએ...સૌને પોતપોતાના સમાજ નું સનાતન હિન્દુ ધર્મ નું , અને હિન્દુ રાષ્ટ્ર નું,ગૌરવ હોવું જોઈએ..
કનુભાઈ ( શિવ અંશ )
થલતેજ અમદાવાદ.
M..7096551108.