કોયડા સમાન જીંદગી
ઝરણા ને તેની ખાસ બહેનપણી સુરભી હંમેશા કોયડા સમાન લાગતી. કોઈ વાત તેને સમજાતી જ નહીં. સુરભિના ફેમિલીમાં તેના માતા-પિતા અને મોટી બે બહેનો હતી. ઝરણા તેના ઘરે જાય ત્યારે એના માતા-પિતા અને મોટીબેન સાવ ઓછું બોલે. ઝરણા ને આવો એમ પણ ના કહે, અને ઘરમાં જાય એટલે બીજા રૂમમાં જતા રહે બધાં. અને સુરભિ પણ ગભરાતા ઝરણાં સાથે વાત કરતી હોય અને જલ્દી જાય એની રાહ જોતી હોય. આથી ઝરણા એ તેની મિત્ર ના ઘરે જવાનું ઓછું કરી નાખ્યું.
જ્યારે તેની બે બહેનો અથવા સુરભિ રસ્તામાં મળે તો એ લોકો કોઈ જાતની વાત પણ ન કરે અને ચુપચાપ ચાલી જાય. એના માતા-પિતા પણ સોસાયટીમાં કોઈ જોડે હળતા ભળતા નહોતાં. એ લોકો આખો દિવસ તેમના ઘરની અંદર ને અંદર જ રહેતાં. કોઈ પાસે ખપ પૂરતી પણ વાતચીત ન કરતાં. પોતાને અભેદ્ય કવચ ની અંદર પુરીને બેઠા હોય એવી રીતે એ લોકો રહેતા હતાં.
ઝરણાને કાયમ આશ્ચર્ય રહેતું હતું કે આ લોકો કેમ આવું વર્તન કરે છે, પાછી ત્રણેય બહેનો ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. એક બહેન ને તો મેડીકલ કોલેજમાં એડમિશન મળી ગયું હતું અને , બીજી એન્જીનીયરીંગ કરી રહી હતી અને સુરભિ ઝરણા સાથે સ્કૂલમાં હતી, અને સુરભિનો કાયમ પહેલો નંબર આવતો.
સુરભિ ના ઘરે એના સગા કાકા ઘણી વાર આવતા અને જ્યારે આવે ત્યારે મોટા મોટા બે ત્રણ થેલા સાથે હોય, એમાં અનાજ કરિયાણું શાકભાજી વગેરે હોય.
એક દિવસ ઝરણા અચાનક સુરભિના ઘરે પહોંચી ગઇ, ત્યારે એના કાકા ત્યાં આવેલા અને ઘરના બધાને ભેગા કરી અને કંઈક ધમકાવતા હતાં. મોટી દીકરી જે કોલેજમાં હતી એ અને બીજી નાની રડતા હતાં. મોટી બહેનને કોલેજ જવાની તેના કાકા ના પાડી દે છે અને એના ચોપડા પણ ફાડી નાખે છે .એન્જિનિયરિંગ જે બેન કરતી એનું પણ અપમાન કરી નાખે છે. એ લોકોને ખબર નથી હોતી કે ઝરણા બહારની બારી પાસે જ ઉભી બધુ સાંભળે છે. ઝરણાને આશ્ચર્ય થાય છે કે ઘરમાં આટલું બધું થાય છે, તેમ છતાં તેના માતા-પિતા કેમ કંઈ બોલતા નથી. સુરભિનો રડવાનો અવાજ સાંભળીને ઝરણાં બારણું ખખડાવે છે અને સુરભિ અર્ધું દરવાજો ખોલી ને ઝરણાં ને જતું રહેવાનું કહે છે.
આથી ઝરણા ઘરે આવી જાય છે અને ઘરમાં સૌને વાત કરે છે. આથી ઝરણા નાં માતા પિતા પાડોશીધર્મ બજાવવા સુરભિના ઘરે જાય છે ત્યારે એ લોકો ને જે બાબત જાણવા મળે છે એ જાણીને એ લોકો પણ વિચારમાં પડી જાય છે.
વાત જાણે એમ હતી કે સુરભિના પિતા પહેલાં જ્યાં નોકરી કરતા હતાં, ત્યાં તેનાં ઉપર મોટી રકમ ની ઉચાપત કરવા નો આરોપ મૂકવા મા આવ્યો હતો. સુરભિના પિતા નિર્દોષ હોય છે.
ખુબ સરળ સ્વભાવ નાં હતાં. તેમણે મુંઝાઇ ને ગામ છોડી દીધું અને અહીં સોસાયટી માં ભાડે રહેવા લાગ્યા હતા. ધીરે ધીરે તેમના નાનાભાઈ ને ખબર પડે છે અને તે અહીં આ લોકો ને મળવા માટે આવતા હોય છે અને એને ખબર પડે છે કે, છોકરી ઓ એ ભણવાનું ચાલુ કર્યું છે. આથી તે ગુસ્સે થયા કે ફી ભરવા ના પૈસા કયાથી લાવશે કારણ કે નાના ભાઈ ની આર્થિક સ્થિતિ પણ નબળી હોય છે.
આ દરમિયાન ઝરણાના માતા-પિતા ત્યાં પહોંચી જાય છે અને બધી વિગત જાણી અને સુરભિના માતા પિતાને મદદ કરવાનું વચન આપે છે. ત્યાર પછી ઝરણાના પિતા એક વકીલને મળે છે અને વકીલ સાથે વાતચીત કરી અને સુરભિ ના પિતા સાથે મુલાકાત કરાવે છે.
ત્યારબાદ વકીલ અને પોલીસની મદદ વડે સુરભિના પિતા કેસ લડે છે અને વિજય થાય છે. તેના ઉપર આરોપ મૂકવામાં આવ્યો હોય છે. તેમા તેને નિર્દોષ જાહેર કરવામાં આવે છે અને ફરી પાછા નોકરી માં જોડાઈ જાય છે,
અને સુરભિના ઘરમાં બધાના મોઢા ઉપર હાસ્ય આવે છે અને તે લોકો ઝરણાંના માતા-પિતાનો ખૂબ આભાર માને છે.
ઝરણા અને સુરભિ જીંદગી ભર કાયમ મિત્રો બની જાય છે.
કોઈ પણ મુંઝવણ કાયમી નથી હોતી એનો ઉકેલ અવશ્ય મળે છે.
હેમાંગી જોષી