સંત શ્રી મસ્તરામ બાપુ

સંત શ્રી મસ્તરામ બાપુ

 


સંત શ્રી મસ્તરામ બાપુ

ચિત્રા રોડ
ભાવનગર
ફક્ત ગોહિલવાડમાં જ જાણીતા નહિ,,પરંતુ તે સમયના નારાયણ બાપુ અને મોરારી બાપુ તથા આખા ગુજરાતની જનતાને પણ જેનામાં અપાર શ્રદ્ધા હતી તેવા ભાવનગરના ચિત્રા સ્થિત આવેલ સંત શ્રી મસ્તરામ બાપુ ના એક કિસ્સા ની વાત નીચે મુકેલ મૂળ તસ્વીર સાથે કરશું:
આ અમે નીચે મુકેલ તસ્વીર પર થી બધા ને સ્પષ્ટ નહી થાય કે આ સૂતેલી અવસ્થા માં સાધુ કોણ છે. હું આપને જણાવી દઉ કે વર્ષ ૧૯૮૬ મા નારાયણ બાપુ ના માંડવી સ્થિત આશ્રમમાં આવેલું પૌરાણિક ચપ્લેશ્ચર મહાદેવ મંદિર ના નિર્માણ અને પૂજ્ય મોરારી બાપુ ની રામકથા તથા ગૌશાળા બનાવવા માટે નારાયણ બાપુ એ મનોમન નક્કી કર્યું. માંગી ને ખાવું એ આ બાવલીયા ના લોહીના સંસ્કાર ન હતા માટે ફાળો ઉઘરાવવા કરતા ફરી ફરી ભજન ના પ્રોગ્રામ કરી અને પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. નારાયણ બાપુ ના ભજન હોય એટલે હકડે ઠાઠ મેદની હોય એ નક્કી.
સતત ૨૧ દિવસ સુધી દિવસે મુસાફરી અને રાત્રે ભજન ના કાર્યક્રમ કર્યા. ફરતા ફરતા ભાવનગર આવ્યું. નારાયણ બાપુને મોરારી બાપુની રામકથા માં મુખ્ય યજમાન તરીકે સંત શિરોમણી મસ્તરામ બાપુ ને રાખવા હતા. આપને મસ્તરામ બાપુનો થોડો પરિચય આપી દઉં, સાધુ ની વ્યાખ્યામાં એ સમયે અવ્વલ કહેવાતા. મસ્તરામ બાપુ પોતાના સ્થાન પર અડગ આશરે ૩૫ -૪૦ વર્ષ થી પણ વધારે સમયથી બેઠા હતા,ન ખાવું ન પીવું ન કોઈ કુદરતી હાજતે જવું કોઈ શરીર ના બંધન વગર બાપુ એક જ જગ્યાએ બેઠા રહેતા. આ હતા મારા ભારત વર્ષના સાધુ સંતો ની તાકાત. એક વાર ગોહિલવાડ માં આવેલ ભયંકર વાવાઝોડામાં મસ્તરામ બાપુ અને તે જે બાવળ નીચે બેસતા એ બાવળ નું તણખલું પણ હલ્યું ન હતું. ત્યાર બાદ ભાવનગર ના લોકો મસ્તરામ બાપુ ને ઓળખતા થયાં. અખંડ મૌન ધારણ કરનાર મસ્તરામ બાપુને ગોહિલવાડના લોકો બજરંગદાસ બાપાનો બીજો અવતાર પણ માનતા હતા.
હવે મૂળ વાત પર પાછા ફરીએ નારાયણ બાપુને સપ્તાહ માટે એક શેઠ દ્વારા ૨.૫૦ લાખ ના દાન ની ઓફર કરવામાં આવી હતી, બદલામાં તેમને કથા ના મુખ્ય યજમાન બનાવવા પણ નારાયણ બાપુએ નક્કી કર્યું કે યજમાન તો મસ્તરામ બાપુ જ બનશે. મસ્તરામ બાપુ પાસે જઈ અને નારાયણ બાપુ એ કહ્યું કે રામ કથા નું આયોજન કર્યું છે અને મુખ્ય યજમાન તમને બનાવવાના છે. કોઈ દિવસ મસ્તરામ બાપુ બોલતા નહિ,એટલે તેમણે મોઢું હલાવી ના પાડી. ત્યાં બેસેલા બાપુના એક સેવકે કહ્યું કે બાપુ પોતાના સ્થાન પરથી બેઠા થતાં જ નથી માટે તે નહિ આવી શકે. પણ નારાયણ તો નારાયણ હતા તેમણે કહ્યું કે કઈ વાંધો નહિ,નારાયણ બાપુએ પોતાની પેટી મંગાવી અને મસ્તરામ બાપુ સામે બેસીને ભજન ગાયા. ( જે નીચે તસ્વીરમાં ઓરીજનલ ફોટો અમે મૂક્યો છે,આ તસ્વીર ચિત્રા મા આવેલ મસ્તરામ બાપાના મંદિરની છે ) ભજન સાંભળતા સાંભળતા મસ્તરામ બાપુની આંખમાં થી આંસુઓ ની ધારા વહેવા માંડી,જેવા ભજન પૂર્ણ થાય એટલે પોતાના સેવક ને મસ્તરામ બાપુએ ઈશારો કર્યો સેવક ને ઈશારો થતાં જ પોતે દોડી અને તેના ઘરે મસ્તરામ બાપુનો એક ફોટો હતો તે ફોટો લઈ ને આવ્યો અને કહ્યું કે બાપુ નો આ ફોટો તમે ત્યાં સ્ટેજ પર રાખજો,મસ્તરામ બાપુ ત્યાં હાજર રેહશે. નારાયણ બાપુ ને જે જોઈતું હતું તે મળી ગયું. ફોટો લઈ અને નારાયણ નિકળી ગયા પોતાની ભજન સફર પર.
ડિસેમ્બર ૧૯૮૬ માં મોરારી બાપુની રામ કથા નું આયોજન થયું. મુખ્ય યજમાન તરીકે મસ્તરામ બાપુનો ફોટો, દિવસે કથા અને રાત્રે ભજન રોજ આશરે ૩૦ થી ૪૦ હજાર માણસ જમતાં અને કથા નો લાભ લેતા,આ છે મારા દેશ ના સાધુ સંતો.
આવા સાક્ષાત ભાવનગરના સંત મસ્તરામ બાપુને કોટી કોટી વંદન....
તુષાર પટેલની કલમે........
ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું